સદગુરૂ શ્રી ઇમામશાહ મહારાજના પરચા - ૨

         આજ થી ૮ મહીના પહેલા હું પીરાણા દર્શન કરવા ગયો હતો મને બરાબર યાદ છે એ દિવસ અમાસનો હતો તેથી નારાયણબલી કરાવવા માટે ભીડ પણ વધારે હતી. બપોરનું ટાણું હતુ અને નારાયણબલીની વિધી ને ટાઇમ હતુ તેથી હું શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના મંદિર પાસે બેસીને પેપર વાંચી રહ્યો હતો અને મારી બરાબર સામે એક બીજી ગ્નાતીના બહેન બેઠા હતા જેમને પેટનો પ્રોબ્લેમ હતો, તેઓ એ બહુ બધી જગ્યા એ દવા કરાવી પણ કોઇ ફરકના પડ્યો. તેથી તેઓ પીરાણા સદગુરૂ શ્રી ના દર્શન કરવા માટે આવ્યા હતા પણ બપોરનું ટાણું હોવાથી સમાધી મંદિર બંધ હતું. અને તેઓ દુખવાને કારણે કણસતા બેસી રહ્યા હતા. મારાથી તેમનું દુઃખના જોવાતા મે એમને કહ્યુ મંદિરમાં જઇ અગરબતીની ખાખ લઇ પાણીમાં ભેળવી પી જાઓ સદગુરૂ શ્રી ની ક્રુપાથી ૧૦૦% સારૂ થઇ જશે અને ખરેખર પાંચ જ મીનીટમાં એ બહેનને પેટમાં રાહત થઇ ગઇ. આવા તો સદગુરૂ શ્રી ના કેટલાય પરચા છે.

બોલો સદગુરૂ શ્રી ઇમામશાહ મહારાજ ની જય જય

ઓમપ્રકાશ શર્મા
વાડજ - અમદાવાદ.

સદગુરૂ શ્રી ઇમામશાહ મહારાજનાં પરચા.

પ્રગટ પરચા રે સદગુરૂ ના ,જુગમાં જાણો અઝીતજી:
જાગતી જોતને જાંબુદ્વીપ માં જાણે જુગે ઉગ્યો ઉદે્તજી;
                         પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१ 
ધામ ઘણા ઘરતી ઉપરે,તીરથ તીરથના ઘાટજી;
એવી શુંદર જગ્યા શોભતી,એવો આવે નહિ કંઇ ઠાઠજી;
                         પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----२ 
પ્રથમ કહું પીરાણા તણું,વિગતે કરૂં વિસ્તારજી;
અ૯પ બુદ્ધિએથી ઓચરૂં,ગોર મારી લજજા રાખણહારજી;
                         પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----३ 
ગોર સ્વર્ગ થકી આવીયા, આવ્યા દુનિયાની માંહેજી;
હાજરબેગ(ચંદનવીર) હજુરમાં હૂકમ માને છે ત્યાંએજી,
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----४ 
હાજરબેગ સોબતે આવીયા, આવ્યા વન ખંડી માંહેજી;
એક લૂટારો ચોર ત્યાં વસે, લૂટવા આવ્યો ગોરને ત્યાંએજી,
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----५ 
સનમુખ આવી ઊભો રહયો,તીર ચડાવી કમાનજી;
ત્રિલોકી નાથ જાણયા નહિ,કામઠું ખેચ્યું કમાનજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----६
ધણીનો પરચો ત્યાં ઢુંકડો,કામ કેવાં કરે તેણી વારજી;
લૂટારા તણો હાથ ઊંચો રહયો; તીર ના છૂટયો લગારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----७ 
પ્રગટ પરચો જયાં દેખાડીયો, આવી પડયો ગોરની પાયેજી;
અનાથ બંધુ ઓળખ્યા નહિ, માફ ગુનો કરો સાહેજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----८ 
અરજ કરી કહું એટલું, ભવો ભવ આપનો દાસજી;
અવીચળ ભિકત આપો આપની,રાખો ચરણની પાસજી,
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----९ 
અનંત પ્રકારે અરજ કરી કૃપા કરી દયાવંતજી;
સેવક જાણીને સાથે લેવા,ખબર લીધી િત્રલોકી નાથજી
                         પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१० 
પ્રથમ પરચો એવો પૂરીને, આવ્યા સાબરમિત તીરજી;
ત્યારે આવી કામ કેવાં કર્યા,સુણો સૌ મુનિવર વીરજી;
                         પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----११ 
                     રાગ છપ્પો
  હુકમ કર્યો હજુરરે,હોડીવાળાને ત્યાંઇ;
                    જાવું પુર નદીપાર,વચન સુણો તું ભાઇ;
  ૯યોને ડોઢા દામ,પ્રથમ ઉતઇરો અમને;
                    કામ કરો જરૂર, રાજી કરીશું તમને;
  હોડી વાળો એમ બોલીયો, વારા ફરતી ઉતરે સહી;
                   ઉતાવળ હોય જો એવડી, તો મારગ મોકળો છે અહીં. ૧.

  સદગોર સુણી કાન, વચન બો૯યા જે એવા,
                   હ્યાજર બેગને કહયું, કામ કરો કહું તેવા;
  નકલંક ધણી નું નામ, લેઇ પુરમાં જઇ પડીએ;
                   ગાડી નાખો પૂરમાં,સહી કોઇને નવ નડીએ;
  નામ ધણી નું લેઇ કરી,ગાડી સોત ઉતર્યા સહી;
                    કહે બંધુ દીન દાસ એ, સૌ અચરત પામ્યા તહીં. ૨.

  પ્રગટ પરચો ત્યાંએ, ગોરે દેખાડયો જયાંહી;
                    હોડીવાળો મનમાંહીં,વિલાપ કરે છે ત્યાંહી,
  મુજ પાપ તણો નહી પાર પ્રભુના વચન ના માન્યાં;
                    મુજ પાપ તણો નહી પાર,આદ્ય પુરૂષ નવ જાણયાં.
  મુજ પાપ તણો પાર આવે નહિ.ઘેર ગંગા આવી સહી;
                    કહે બંધુ બે અભાગીયા, જગતાર જાણયા નહિ. ૩.

  વિપરીત જોઇને વાત, ગયા સદગુરૂ પાસે જયાંહી;
                   ગુનો માફ કરાવવા,ચિતમાં એવું ચાહીં;
  સૌને પૂછતા જાએ,ભલી રીતે પણ ભમીયા;
                    વાટ ઘાટ સૌ જોઇ,જંગલમાં જઇ ડમીયા;
  અકળ કળા એ ગોર તણી, તે કોઇ નવ કળે સહી;
                     કહુ કથા એ તેહની, દરશન પણ દીધાં તહી . 4.

સદગુરુ ઇમામશાહ મહારાજ અમદાવાદથી કોચરબ પધારતાં આ ઘટના બની છે.આ ઘટના બનયા પછી સદગોર કોચરબ બાર વર્ષ રહયા ત્યાર બાદ ગિરમઠા ગામે પધાર્યા છે.

                          રાગ પરચાનો
પ્રગટ પરચા એવા પૂરીને આવ્યા ગિરમઠે ગામજી;
મુકામ કર્યો સરોવર વિશે,કેવાં કર્યા તંઇ કામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१२ 
હુકમ કર્યો હાજર બેગને, જાવો પટેલની પાસજી.
પટેલને જઇ એમ કહો,ગુરૂજી આવ્યા આણે વાસજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१३ 
હ્યાજર બેગ ત્યાંથી ચાલીયા, ગયા પટેલની પાસજી;
હુકમ કર્યો મારા ગુરૂજીએ, તમે આપો મુજને ઘાંસજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१४ 
ત્યારે પટેલ એમ બોલીઓ,ઘાસ નિહ મળે કાંઈજી;
સાત દુકાળી કાળ અહીં પડયો,મેઘ ના વર્ષ્યો લગારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१५ 
સાચા હોય જો સદગુરુ? મેઘ વર્ષાવે આણીવારજી;
ચાર આપું ઘણી પેરની, આમ તમ તણું થાએ કામજી
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१६ 
શોકાતુર થઇ પાછા ફર્યા, આવ્યા ગુરૂજીને પાસજી;
અબોલા આવીને બેઠા આસને, મનમાં થઇને ઉદાસજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१७ 
અંતર જામીએ ત્યાં જાણીયું,હાજર બેગને પૂછે વાતજી,
કીયેરે કારણ શોકાતુર થયા? વિસ્તારીને કરો વાતજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१८ 
અરજ કરી ઉભા રહ્યા,ગોર લજજા રાખણહારજી;
મેઘ વર્ષાવો મંચ્છા કરી, તો થાએ આપણું કારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१९ 
ખુશી થઇ ગુરુજી બોલીયા,નિશ્વે કરોને નિરાંતજી;
પટેલને જઇને જાહેર કરો, મેઘ મંડાશે મધ્ય રાતજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----२० 
આનંદ થઇને ઉઠીયા, ગયા પટેલની પાસજી;
ગોરે કહ્યું એવું જઇ કીધું,એટલે આપ્યો ઘાસજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----२१ 
રાત પડી ગઈ રમતમાં ગોરે કીધી છે કૃપાએજી;
હાજર બેગની અરજ સૂણી,કામ કીધા છે તાંએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----२२ 
ઊતર માંહેથી ઉલટીયો,થૈ રહ્યો છે અંધકારજી;
ધણીના ધૂબાકા ત્યાં વાગીયા,મેઘ વર્ષે મુસળધારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----२३ 
જળ વિજળ ત્યાં થઇ રહી, રચી રહી ર.ગની રેલજી;
ત્રાહી ત્રાહી સૌ કો કરે,ત્રાહી કરે પણ પટેલજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----२४ 
દરસને આવ્યા સદગોર તણી,મનુષ્ય માત્ર ત્યાંજી;
પ્રથમ પટેલ પણ આવ્યો,તંઇ મોટું કૌતક થાએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----२५ 
સરોવર પર સદગુરૂ તણો, તંબુ દીઠો તરતોજી;
અરજ કરી સૌ ઉભા રહ્યા, કેમ કરીને જવાએજી?
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----२७ 
અરજ કરી જયાં ઇમામને,ગોરે કરી છે કૃપાએજી;
રૂમાલ નાખીને બોલાવિયા,લળી લળીલાગે સૌ પાએજી,
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----२८ 
ભલે પ્રભુજી પધારીયા,અમ સેવકની કરવા સાએજી;
ભલેરે ભુતળ વિશે આવીયા,કૃપા કરી અખંડ રાએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----२९ 
પાએ નમી પટેલ બોલીઓ,ગૌર માગું એક વચનજી;
આપ ફરમાવો તે કીજીએ,પાપી કરો પાવનજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----३० 
ખુશી થઇ ગુરૂજી બોલીયા,મારે જોઇએ નહી કાંએજી;
તીર ફેકું મારો જયાં પડે,જગ્યા બંધાવું ત્યાંએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----३१ 
એવી રીતે કરાર કરી,કબૂલ કર્યુ સર્વે ત્યાંજી;
પટેલ પણ પાએ લાગીઓ,આનંદ ઉરમાં ન માએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----३२ 
ત્રિલોકીનાથે તીર ફેંકીઓ,જઇને પડયો છે જે ઠારજી,
તેરે ઠેકાણે મોટો સિંહ વશે,પગે પડયો તેણી વારજી,
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----३३ 
ગોર બ્રહ્મા પ્રગટ થયા,શુંદર બનાવ્યું ત્યાં ધામજી,
જય જયકાર સૌને વાપિયો,તે પીરાણા પાટણ નામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----३४ 
એક વાર તે જગ્યા વિશે,મહેનત કરતા મજુરજી,
ગાદી હેઠેથી નાણું આપતા, પાસે બોલાવી હજુરજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----३५ 
એક મજુરે મન વિચારીયું,ગાદી હેઠે નાણું અપારજી;
રાત પડે આવી લેઇ જઉં,એવો કર્યો છે વિચારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----३६ 
રાત પડે પંડે આવીયો,ખોદી તપાસ્યું તમામજી;
એક પૈસો પણ જડયો નહિ,કઉતક કર્યુ ગોર ઇમામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----३७ 
રાત બીજી જયારે પડી, મજુરને આપે છે દામજી;
ચોર મજુરને બોલાવ્યો,બમણું ઓ તેને દામજી;
                         પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----३८ 
તે મજુર ત્યારે બોલીયો, બાવા બમણું ન હોયેજી;
મજુર સર્વે જોઇ રહયા,આ કારણ શું કહેવાએજી?
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----३९ 
ત્યારે ગોર ઇમામશાહ બોલીયા; બચ્ચા બોહોત મજુરીજી;
રાતે શંકટ તને બહુ પડયો,માટે લોને બમણા દામજી,
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----४० 
એવી રીતે મજુરની,ખબર લીધી ત્રિલોકી નાથજી ,
દોષ દિલમાં તેનો નવ ગણયો,આપે થયા દયાવંતજી,
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----४१ 
એક સમે મહમ્મદ બેગડો,અમદાવાદનો બાદશાહજી,
પારખાં લેવા પંડે આવીયો તે આવ્યો તેણે ઠામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----४२ 
મહમ્મદ બેગડો એમ બોલીયો,ભલા જમોને ભોજનજી;
એમ કહીને આગળ ધર્યું,કપટ કરી આવ્યો મનજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----४३ 
ત્રિલોકીનાથે ત્યાં જાણીયું,શાહ આવ્યો પારખાં લેવાયજી;
શ્રોતાજન સૌ સાંભળો,ધણી મારે કરી છે કૃપાયજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----४४ 
ત્યારે ગોર ઇમામશાહ બોલીયા,સભા સુણો સૌ તમામજી;
કાએકું બચ્ચારે બિ૯લી મર પડી,ઉઠ જા તેરે મુકામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----४५ 
ગોર મુખથી જયાં બોલીયા,આળસ મરડી ઉભી થાએજી,
ઉઠી આવી ગોરને પાએ પડી,ત્યાંથી ચાલી તે જાએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----४६ 
પ્રગટ પરચો જયારે દેખાડીઓ,સૌને થયો આનંદજી,
બાદશાહનું મન માન્યું નહિ ,એવો છે મિત મંદજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----४७ 
બીજુ ફરીને કઉતક કર્યું,માંસ લાવ્યો તેણી વારજી,
રકેબી માંસની મુકી આગળ, ભોજન જમો શુંદર સારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----४८ 
ધણીને પરચો ત્યાં ઢુંકડો,ધણી મારો કેવાં કરે કામજી!
રૂમાલ ઢાકેલો ઉગાડીયો,લિવંગ સોપારી તમામજી,
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----४९ 
સભા સૌને વહેંચી આપીયું,લળી લળી સૌ લાગે પાએજી,
જગત ઓધારણ ભલે આવિયા,ધન્ય ધન્ય જુગ રાએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----५० 
ફરી પરચો એવો પુરીયો,બાદશાહ બુજયો નહિ મન માંહેજી;
ત્રીજું કૌવતક ફરી તંઇ કર્યુ,સભા બેઠી છે ત્યાંએજી,
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----५१ 
ઝેર દુધમાં નાખીયું, પાવા લાગ્યો ગોરને પાસજી;
મીઠા મેવા જુગતે જમો,દીલમાં ધરી કુડી આશજી,
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----५२ 
ગોર બ્રહ્મા ઝેર પી ગયા,સંક૯પ કરી ગયા આપજી;
સભા બહુ અચરત થઇ, છે કોઇ પીર આપો આપજી,
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----५३

સભા સૌ ખુશી થઇ,લળી લળી લાગે સૌ પાએજી;
દયાવંત દિલમાં દયા કરો,કોટિક પાપ તે જાએજી,
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----५४

અવતાર થયો અવની વિશે,પધાર્યા ભકત તારણહારજી,
ધન્ તાત માત અમ તણા,આપે દીધા છે.દિદારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----५५ 
બાદશાહ પગે પડયો ગોર તણો,ધણી કરે છે અરદાસજી;
અનાથ બંધુ માંગું એટલું,માફ ગુનો કરો હું દાસજી,
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----५६ 
જગતારણ જાણયા નહિ, ના જાણયા ત્રિભોવન રાએજી;
દાસ ઉપર દયા લાવીને આપ છો દિલના દરિયાએજી,
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----५७ 
અરથ ગ્રથ માંગો ઉલટથી,આપું ગામ ને ગરાસજી;
આપ ફરમાવો તે હાજર કરૂં, રાખો ચરણની પાસજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----५८ 
ગોર બ્રહ્મા એમ બોલીયા, મારે જોઇએ નહી કાંઇએજી;
રાજીખુશીથી તમો રાજ કરો,જાઓ તમારે તમ ઠામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----५९ 
આપ પુત્રને પરણાવીએ,બાવા બેટી અમ આશજી?
અરજ માંગીને ચાલીયો,ગયો પોતાને આવાસજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----६० 
પ્રગટ પરચો એવો પૂરીયો,ધણી મારો કેવાં કરે કામજી;
અકળ કળા કોઇ નવ કળે,ધન્ન ધન્ન ગુરુ ઇમામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----६१ 
મોટું કામ એક ગોરે કર્યુ,એ છે અનાથનો નાથજી;
જે આવે તેના ચરણ વિશે,ધણી મારો હેતે જાલે હાથજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----६२ 
રહેવાસી લોઢનગર શેહેરના,લવાણા બ્રાહ્મણની નાતજી;
તેનાં ગોરે કામ કેવાં કર્યા,સુણો મુનીવર તેની વાતજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----६३ 
સરવે મળી સંઘ કાઢીયો, ચા૯યા કાશી તીરથ વાટજી;
ચાલતાં ચાલતાં ત્યાં આવીયા,આવ્યા પીરાણાનો ઘાટજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----६४ 
પડાવ કર્યો પાદર વિષે,સંઘ ઢળીયો તમામજી;
દર્શન કરવા સૌ જન ચાલીયા,સુંદર જોવાને ધામજી,
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----६५ 
સંઘવી સર્વ ત્યાં આવીયા,શુંદર જોયો મુકામજી;
નમન કરે ત્યાં સહુ ગોરને, પૂછે ગોર ઇમામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----६६ 
ખુશી થઇ ગુરુજી બોલીયા, કોને દેસ સબ રહેનાજી?
કોને મુલક જાના તુમ સહી? કયા કારણ હે બતાનાજી?
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----६७ 
સંઘવાળા સર્વ ત્યાં બોલીયા.ઉતર દીધો તેણી વારજી;
કાશી તીરથ બાવા જે કહીયે,હમારે જાવું છે તે કારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----
દરસન કરવાને આવીયા,જોવા જગ્યા તણો ઠાઠજી;
કાલે અહીંથી હમો ચાલશું,જાશું કાશી તીરથ વાટજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----६८ 
ત્યારે ગોર ઇમામશાહ બોલીયા,પ્રેમે જોઇ સૌના મનજી;
કૃપા દ્રઢ દાસ ઉપર કરી,મ્હેર કરી તેણે દનજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----६९
તીરથવાસી સબ સુણો,તુમે જાના કાશી ઘાટજી?

દરસન પાવો કાશી તણા,ઇચ્છા હોય સબ સાથજી,
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----७० 
સદગુરુ ને સૌ પાએ પડયા,અરજ સૂણો સરદારજી;
દરશન દેખાડો કાશી તણા,દયા કરી દો દિદારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----७१ 
અરજ કરીને તે બ્રહ્માને,દયાવંત દુ:ખ કરો દૂરજી;
આપ ફરમાવો તે કીજીએ,પ્રેમ ભક્તી ભરપૂરજી,
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----७२ 
ગોરબ્રહ્મા એમ બોલીયા,અબી જાઓ તુમ મુકામજી;
ઇચ્છા હોગી શો પાવેગે,દેખો કલ કાશી ધામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----७३ 
વચન સુણી સૌ ગોર તણા,આવ્યા પોતાને મુકામજી;
એરે વાત તો એટલે રહી,ધણી મારો કેવાં કરે કામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----७४ 
દુ:ખ નીવારે દયા કરી,એ છે અનાથનો નાથજી;
કૃપા કરી દાસ ઉપરે,ધણી મારો હેતે ઝાલે હાથજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----७५ 
ગોર બ્રહ્મા અંતરધ્યાન થઇ,પોહોંચ્યા વૈકુંઠ ધામજી;
ચરિત્ર એનાં કોઇ જાણે નહિ,ગયા સેવકને કામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----७६ 
આપે અંતધ્યાન થયા,ના મળે જગ્યામાં તે વારજી;
સેવક સહુ શોધવા લાગીયા,કારણ બન્યું શું કિરતારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----७७ 
શોકાતુર સૌ સેવક થયા,મનમાં થયા બહુ ઉદાસજી;
વિલાપ કરી ઠામોઠામ જુએ, કયાં જાંબુદ્વીપ ના વાસીજી?
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----७८ 
અરજ કરે સૌ બ્રહ્મા ને, ગોર મોરી લજજા રાખણહારજી;
છલ કરીને અમને છેતર્યા? એમ ના કીજે કિરતારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----७९ 
વૈકુંઠપતી વિચારીએ, લજજા રાખો આણીવારજી;
નહિ આવો અવસર વિષે, લજજા જાશે તમારીજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----८० 
દુ:ખ નીવારો દયા કરો,પધારો પીરાણાની માંહેજી;
આ અવસરે આવો નહિ? દેહ તજીએ હમો આંહેજી.
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----८१ 
એવી ટેક અંતરમાં ધરી બેઠા આસન વાળીજી;
નામ ધણી નું લેઇ કરી,લે છે હાથમાં પાળીજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----८२ 
પોકાર કરે સૌ સેવકો,આપે જાણયું વૈકુંઠવાસીજી;
એવું જાણી આપે આવીયા,પ્રગટયા પીરાણા માંહેજી,
સ્વર્ગ થકીરે ગંગા લાવીયા, રાખી પોતાની ત્યાંએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----८३ 
દરસન થયા સૌ દાસને,કૃપા કરી તેણી વારજી;
પ્રેમ સહીત પાએ પડયા,થઇ રહ્યા જયજયકારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----८४ 
ધન્ય ધન્ય વૈકુંઠ નાથને,ધન્ય ધન્ય ગુરુ ઇમામજી;
ભકત કારણ કામ કર્યા?ગંગા લાવ્યા સ્વર્ગ થી ભોમજી;
                           પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----८५ 
એ વાત તો એટલે રહી,ત્યાં તિર્થવાસીનું થયું કામજી;
ગુરૂને પરતાપે સઉ બની રહ્યું ,સર્વ સૂતા છે જયાં ઠામજી;
                           પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----८६ 
                        રાગ દોહરો
  દેવ ઘણા દુનિયા વિષે,ગણતાં ન આવે નેક;
                   પ્રગટ દેખો પારખું, ગુરુ બ્રહ્મા છે એક,
  જુગમાં જાણો એક હે,અવર ના જાણો કોઇ;
                   ગુરુ નર ને દો માનશે, નરક જાસે સોઇ.
  ભર નિંદ્રા ભરપુર સૌ સૂતા છે જયાંહી;
                    ત્રિલોકી નાથે તતકાલ, માયા રચાવી ત્યાંહી;
  બન્યું કાશીપુર ધામ,મુકામ બન્યા ત્યાંબંકા;
                    તેને કરતાં શી વાર,દેશમાં જશના ડંકા,
  ભકત કારણ કામ કેવાં કર્યાં,ધન્ય ધન્ય ધણી કહેવાય છે;
                     કહે બંધુ તિર્થવાશી તણા,જન્મનાં દુખડાં ટળી જાય છે. ૧

  શુકૃત કરીને કામ,મુકામ પોતાને આવ્યા,
                      ટ૯યાં ત્રિવિધીતાપ,મહા અમ્મર ફળ પામ્યા;
  તેના પૂન્ય તણો નહી પાર,હેતે ગુરુજી એ હાથ ઝા૯યો;
                      તેના પૂન્ય તણો નહી પાર,ચોરાસી ફેરો ટા૯યો;
  અમ્મર ડંકો દેઇ કરી, રાતે સુતા સૌ સહી;
                      કહે બંધુ પ્રભાતમાં કૌતક કશું ભાળે નહી .                 ૨
                         રાગ પરચાનો
સૂતા કેડે ગોરે શું કર્યું? માયા સંકેલી તેણે વારજી;
સૌ સૌને ઠેકાણે થયા,કામ કેવા કરે કિરતારજી?
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----८७ 
સૂતા સવારે સૌ જાગિયા,કૌતક મોટું કહેવાયેજી;
આરે કારણ શું નીપનું,ગોર કરી છે કૃપાએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----८८ 
એવું જોઇ સર્વે આવીયા,આવ્યા ગુરૂજી પાસજી;
પ્રેમ સહિત ગોરને પાએ પડયાં,છૈયે તમારા દાસજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----८९ 
  (પ્રથમ કાશી લાછોરમાં દેખાડી હતી,આ બીજીવાર દેખાડી.)
ભલે પૃથ્વીમાં પ્રગટ થયા,સેવકની કરવા સાએજી;
સેવક જાણી લો ચરણ વિષે,ધન્ય જાંબુદ્રીપના રાયેજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----९० 

 ધન્ય ધન્ય ગોર ઇમામ,પ્રથમ દરસન પાયા;
                    ધન્ય ધન્ય તમ પ્રતાપ,કાશી તિર્થ અહીં આયા;
  ધન્ય ધન્ય તમ પ્રતાપ,સ્નાન ગંગામાં કીધાં;
                     ધન્ય ધન્ય તમ પ્રતાપ,દાન બ્રાહ્મણને દીધાં;
  પ્રગટ પ્રતાપ છે તમ તણો,દાસ હૃદય દેખ્યો સહી;
                      કહે બંધુ કોઇ કળા કળે,ભોમી ઉપર ભા૯યો નહી. ૧
                           રાગ પરચાનો
અનંત પ્રકારે અરજ કરી,ભવોભવ આપના ગુલામજી;
કૃપા કરીને સેવક કરો,અરજ સૂણો ગોર બ્રહ્માજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----९१ 
ત્યાર પછી ગોર શું કર્યું? ગંગાતણું વરણનજી;
સેવક સારૂ ગોરે કેવું કર્યુ,સુણો સૌ એકે મનજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----९२ 
ગોરે કુવો ગળાવીયો,ગંગવો કુવો જેનું નામજી;
થોડી ગંગાજી માંહે મુકીયા,બીજી સમાધિ ની માંહેજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----९३ 
ધન્ય ધન્ય ગોર બ્રહ્માજી,ધન્ય ધન્ય તમ અવતારજી;
ભકતું કારણ કામ કેવાં કર્યાં? દુ:ખની વારે દાતારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----९४ 
પાંચ સેવકે પીર ઓળખ્યા,વિગતે કહું તેના નામજી;
શ્રોતાજનો સૌ સાંભળો,ગોરે કર્યાં તેમનાં કામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----९५ 
હાજરબેગ હજુરમાં,પ્રથમ હતા ગોરની પાસજી
ચંદન વીર તે તો સહી,દુજા નાયાકાકા દાસજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----९६ 
તે પણ જાતે કોળી હતા,ગોરે હેતે, ઝા૯યો હાથજી;
ત્રીજો સેવક લેવો કણબી કૈયે,શાણા કાકા સાથજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----९७ 
ચોથા સેવક ભાભારામ ભલા,તે પણ કણબી કહેવાયેજી;
પાંચમા સેવક કીકીબાઇ કહીયે,ભાભારામની બેન થાયજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----९८ 
સેવા કરી પાંચે ગોર તણી,પ્રેમ ભિકત ભરપૂરજી;
સેવક જાણીને વચન દીધાં દોહલાં દુ:ખ કર્યા દુરજી;
                         પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----९९ 
સદગુરુ મુખથી ઓચર્યા; સુણો હાજર બેગ હજુરજી;
અમે કૈયે તે તમે સૌ પામશો,નિશ્વે જાણજો જરૂરજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१०० 
સત થાશે દેહ મારો,પછી દેહ પડશે તમારજી;
વીસ કદમ છેટે અમથી,સમાધિ ત્યાં થાશે તમારીજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१०१ 
પહેલી નમન તમને ભરે,પહેલાં,ફુલ તમારેજી;
પહેલાં આવી તમને નમે,પછી નમે ચરણ હમારેજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१०२ 
વળી સમાધિ તમારી ઉપરે,ગમે તેવો પડે તાપજી;
શીતળ સદા રહે તમતણી,એવું મોટું રાખ્યું માપજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१०३ 
સેવકને સનમાન દીધા,થયું વચન ગુરૂના તેમજી;
પહેલી પ્રણામ હાજરબેગને,શીતળ સમાધિ છે હિમજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१०४ 
હાજર બેગને વેણ આપીયું,નાયાકાકા કીધા ન્યાલજી;
અખંડ ભક્તી યે ભલી એમની,અંતરે ઉપન્યું વ્હાલજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१०५ 
નાયાકાકાને ગોરે કહ્યુ કાનમ પ્રગણે કુકશ ગામજી;
જાઓ વચન ત્યાં અમતણું,શુંદર બનાવો ધામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१०६ 
માનતા ચાલશે તમ તણી,માણસ મળશે અપારજી;
ગોરના અમુલ માન મ૯યા,નાયાકાકા ધન્ય અવતારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१०७ 
શાણા કાકા સેવક કૈયે,આપ્યું અવિચળ વચનજી;
પ્રેમ ભિકત ભલી એમની,કૃપા કરી રીઝયા મનજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१०८ 
ખુશ થઇ સદગુરૂ બો૯યા,સેવો ગાદી સદાએજી;
અવતાર ધન્ય શાણાકાકાનો ઘણી કરી છે કૃપાએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१०९ 
સોંપી ગાદી પ્રેમથી,સેવક પ્રથમ નિમ્યા ત્યાંએજી;
ભકત આધીન ભગવાન છે,કરી સેવકની શાએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----११० 
કણબી કહેવાય જાતના,ગોરની સેવા બહુ સારીજી;
દુ:ખ ટળી અખંડ સેવા સોંપી,પામ્યા ફળ અપારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१११ 
ભાભારામ ભકત ભલા,ગોરે વેણ આપ્યું એમજી;
જાઓ ચલોતર વિષે,કહું તે કરો તમે તેમજી;
                         પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----११२ 
પેટલાદ પ્રગણા વિષે,દેવાગામ કહીયે નામજી;
ત્યારે જઇને મુકામ કરો,ભલા બનાવોને ધામજી;
                         પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----११३ 
કીકીબાઇ સેવક કૈયે,ભાભારામની બેન થાએજી;
તેને ગોરે વચન એ કહ્યાં,કીકીબાઇ સુણો તાંએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----११४ 
સત ગોર મુખથી બોલીયા,બેન સુણો કીકીબાઇજી;
દેવા ગામથી એક ગાઉપરે,ગામ વસાવો તમે તાંઇજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----११५ 
અમારા જેવી ત્યાં તમતણી,માનતા ચાલશે મનમાનીજી;
જાત્રા કરવા સૌ જન આવશે,ગુણ ગાશે ગુણી જાણીજી,
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----११६ 
ભાઇ બેન બે આનંદ થઇ,આવીયા કહ્યું તે ઠામજી;
ત્યારે આવીને મુકામ કર્યો,શુંદર બનાવ્યું ધામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----११७ 
ગાઉપર કીકીબાઇએ શુંદર વસાવ્યું એક ગામજી;
તેરે ગામનું તમને કહું,કીકીબાઇની રૂણ નામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----११८ 
પ્રેમે સુખ પમાડયા પાંચને,કૃપા કરી સંકટ કાપ્યાજી;
સેવક પોતાના જાણી કરી, વાલે આનંદ આપ્યાજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----११९ 
ફળ મ૯યું સેવા તણું, મનમાં જુઓ સૌ વિચારીજી;
સેવા કરો બાવો બેડી તારે,એવા ગોર ઉપકારીજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१२० 
એવું જાણી સૌ મુનિવરો,નિત લેજો ગોરનું નામજી;
ગોરનર સાચા કરી માનજો,તો જાશો વૈકુંઠ ધામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१२१ 
એવા કામ તે કાયમ છતાં,ગોર કીધાં છે અપારજી;
પડદે થયા પછી શું થયું? બ્રહ્મા કલીકાલ મોઝારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१२२ 
એક સમે ગોરો(યુરોપીયન)આવીયો, આવ્યો જગ્યા મોઝારજી;
જોડા સહિત પન્ડે આવ્યો,બીક ના આણી લગારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१२३ 
કાકા સર્વે કહેવા લાગ્યા,જોડા ઉતારો તમે બારજી;
અમારા ગોર બેઠા રોજા વિષે,એમ કહ્યો વિચારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१२४ 
ગોરાએ કહ્યું કર્યુ નહી,તે ગયો મંદિર ની માંહીજી;
ગુરૂજીએ પરચો દેખાડયો,દેખાડીયો છે ત્યાંહીજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१२५ 
ગોરો ત્યાંથી ચાલીઓ ગયો, પોતાને મુકામજી;
તંબુ નાખ્યો તો પાદર વિષે,તે તો ગિરમથે ગામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१२६ 
રાત પડે ગોરો સુઇ રહ્યો,સુતો નિદ્રા ભરપૂરજી;
ધણીએ ઢોલીયો ઉડાડીયો,પડયો સીમાદા તે દુરજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१२७ 
એક તરફ ઢોલીયો જઇ પડયો,આપ પડયો એકાંતજી;
માનવી કોઇ દીઠું નહી,લાવ્યો મનમા. શંતાપજી;
                           પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१२८ 
શુદ્ધ આવી જયાં શરીરને ઉઠી જુવે ચારે પાસજી;
બીજું કાંઇ ભાળે નહિ, ભાળે ભોમી ને આકાશજી;
                           પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१२९ 
અરજ કરી ત્યાં સદગોરને,પાછો આવ્યો ગોરને પાએજી;
બન્યો ગુનેગાર તમતણો,માફ ગુનો કરો સાએજી;
                           પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१३० 
ત્રિલોકીનાથ જાણયા નહી ,ના જાણયા કિરતારજી;
મૂર્ખ મનમાં સમજયો નહી,કહ્યું કર્યું ન લગારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१३१ 
સદગોર ને છત્ર બંધાવીયું,વિનતી કરે અપારજી;
દાસ જાણીને દયા કરો,ત્રિલોકી તારણહારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१३२ 
વિધ વિધ પેરે વિનવે,દૂર કર્યુ ગોરે દુ:ખજી,
કૃપા દ્રઢ દાસ ઉપરે કરી,ત્યારે શરીરે થયું સુખજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१३३ 
એવી રીતે તેને સુખ થયું,એવા પરમ સુખકારીજી;
પારખાં લેવા આવ્યો ગોતરણા,પરચો દેખે સુખભારીજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१३४ 
એવા પરચા તો અપાર છે,કેટલા કહું વિસ્તારજી;
એટલી બુદ્ધિ પહોંચે નહી, થોડે કહે સુખભારીજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१३५ 
એક સમે એ જગ્યા વિષે,ગોરે કર્યું એક કામજી;
પ્રગટ પરચો એવો પુરીયો,સુણો મુનિવર નામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१३६ 
ધજાગરો ધણીનો કૈયે,બાવન ગજનો વિસ્તારજી;
ઊપર ચક્ર ચઢાવવા,મનુષ્ય મ૯યું છે અપારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१३७ 
મહેનત કરે સૌ મળી,ચક્ર ચડાવવા તેણી વારજી;
ઘણાં પ્રયત્ન ત્યાં કર્યાં,ચક્ર ચડયું નિહ લગારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१३८ 
ચક્ર જયારે ચડયું નહિ, સર્વે વિચારે મનમાંહીજી;
એકે ઉપાએ ચા૯યા નહી ,નકલ લોક તેડયા તાંહીજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१३९ 
મહેનત કરી અતી ધણી,ચક્ર ચડયું ન જયાંએજી;
શોકાતુર સૌ સેવક થયા,કામ બને કેવાં ત્યાંએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१४० 
અરજ કરે ત્યાં સદગુરૂ ,તું છો જુગને ઓધારજી;
ચક્ર ચડાવ્યું ચડે નહી ,કારણ બન્યું શું કિરતારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१४१ 
દુનિયામાં બીજો નહી ,તુમ વીનાં ત્રિભુવનરાએજી;
તમારૂ. ચક્ર ચડે નહી .,કારણ આ શું કહેવાયજી?
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१४२ 
અરજ સુણી સેવક તણી,વારે ચડયા તેણી વારજી;
ફકીરી વેષે પંડે આવીયા, આવ્યા જગ્યામાં તે વારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१४३ 
ભેગા થયા સૌ મળી,આપે બો૯યા ત્રિલોકી નાથજી;
કીયેરે કારણ શોકાતુર થયા?એવું પૂછયું સૌને સાથજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१४४ 
એવી રીતે જયારે પૂછીયું, સૌ કો બો૯યા ત્યાંએજી;
ચક્ર ચડાવવા મહેનત કરી,એકે ચા૯યો નહી ઉપાયેજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१४५ 
એવું સુણી આપે ઓચર્યા,સરવે સુણોને તમામજી;
મહેનત કરીયે સૌ મળી,નામ લઇને ગુરુજી નું ;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१४६ 
એ પછી સૌ ઉઠીયા, ચક્ર ચઢાવે તેણી વારજી,
આપે હાથ અડાડીયું,ચક્ર ચઢાવે તેણી વારજી,
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१४७ 
એકદમ ચક્ર ચડયું,આનંદ થયો સોને ત્યાંએજી,
તેરે સમે એ ગોર તણો,મરમ ના જાણયો લગારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१४८ 
પછી આઘેરા ચાલીયા,અલોપ થયા ગોર બ્રહ્માજી;
શોધ્યા પણ જડયા નહીં બધે તપાસ્યું તમામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१४९ 
એવી રીતે ગોરે કામ કર્યાં,કુડા કલજુગની માંહેજી
આપે પ્રગટ જાંબુદ્વીપ માં પરચો દેખાડયો ત્યાંએજી
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----.१५० 
એ પછી એક અવસર વિષે ગોરે કર્યું કામજી;
કલજુગ કુડો ઘણો વાપીયો ગોરે કર્યા નામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१५१ 
હતી વાત પ્રથમ જેવી, તેવી કીધી છે વિસ્તારજી;
માટે સૌને અરજ કરૂં,દોષ ના ગણશો લગારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१५१ 
સંવત વિક્રમનો કૈયે, ઓગણીસે ચોતરીસની સાલજી;
માસ ભાદરવો ભરપુરમાં,કામ બન્યું એક વિશાલજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१५२ 
નથુકાકા જયારે દેવ થયા,પછી ગાદી ખાલી થાયેજી;
સર્વે ત્યાં એ વિચારીયું,સેવા સોંપ્યાનો ઉપાએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१५३ 
સંતો સર્વને તેડાવ્યા,આવી મલીયા સર્વે ત્યાંએજી;
સર્વે મળી વાત એક કરે, મળીયા છે સર્વે જયાંએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१५४ 
ઠરાવ કરતાં થંભી રહ્યા,દિવસ ત્રણ થયા ત્યાંએજી;
માંહે માંહે મતે બોલીયા, અતી અકળાયા ત્યાંએજી; 
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१५५ 
મત નાં ચા૯યો મોટા તણો,ગોરે જાણયું ખોટું થાએજી;
દ્રઢ ભરૂસો દેવા દાસને,ધણી મારો કેવી કરે સાએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१५६ 
શું જાણે સહુકાર સેઠીયો? ગીરમથા ગામનો રહેવાસીજી;
ગોર સ્વપનમાં તેને આવીયા,વાત કરી છે વિસ્તારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१५७ 
તું જા ભાઇ જગ્યા વિષે,વિવેક કરો જઇને વાતજી;
કહું તે તમે જઇ કહો, જયાં સૌ મળી છે ગતજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१५८ 
વાદિવવાદ કરવો નહી,કહ્યા પ્રમાણે કરો કાજજી;
મંદિર સદગોરનાં સામા રહી,બેડી પેરો સૌ આજજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१५९ 
સનમુખ થઇને ચલાવજો,બેડી ટુટે જેની ત્યાંએજી;
બેડી ટુટે તે અમ તણો,સત્ય ગાદીપતિ કહેવાએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१६० 
એ રીતે જઇને કહો, ગોરે કહ્યું સ્વપના માંહેજી;
પ્રભાતે આવ્યો પ્રેમથી, આવ્યો મંદિર ની માંહેજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१६१ 
જાણ કરી સૌ ગત ને,વિસ્તારી કીધી વાતજી;
વાત સૂણી સહુકાર તણી,ખુશી થઇ છે ગતજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१६२ 
વાત ગમી સૌ સેવક ને,ગમી કાકા સૌને ત્યાંએજી;
સુણીને સૌ આનંદી થયા,બેડી પેરાવાને જયાંએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१६३ 
ભક્તો સૌ ભેગા થયા,કાકા બોલાવ્યા સૌ ત્યાંએજી;
બેડી પેરી સનમુખ ચાલે,ઘણી મારે ઝાલી બાંએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१६४ 
બેડી પેરીને એક ચાલીયો,મંદિર સામું તેણી વારજી;
પ્રથમ બેડી તે ટૂટી નહી,પેરાવી બીજાને તે વારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१६५ 
તેની પણ બેડી ટૂટી નહી,એકાએક પેરી તમામજી;
કોઇની પણ ટૂટે નહી,રહ્યા કરમસી એક નામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१६६ 
બેડી જયારે ટૂટી નહી,સરવે થયા મન ઉદાસજી,
સર્વે પડયા વિચારમાં,ગોરને કરે છે અરદાસજી,
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१६७ 
                          રાગ છપ્પો

  ધન્ય ધન્ય ગોર ઇમામ,અરજ સુણોને અમારી,
                        આ અવશરમાં આજ, લજજા જાએ તમારી,
  કલી કાલમાં કામ,કોઇ આવું નવ કીજે,
                        દયા કરો દિલમાંએ દ્રઢ ભરૂસો દીજે;
  સાય કરો સમરથ ધણી; આજ કઠણ કળીકાળમાં,
                         કહે બંધુ દો પારખું,આપે છો પ્રગટ હાલમાં, ૧.
                        રાગ પરચાનો
એ રીતે જયારે અરજ કરી,ગોર લજજા રાખણ હારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१६८ 
ભક્તો સર્વે બોલ્યા , કાકા કરમસીને ત્યાંએજી;
બેડી પેરો તમે પ્રેમ થી, રાજી થઇ કિહયે આંહેરી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१६९ 
કાકા કરમસી ત્યાં બોલીયા,સરવે સુણો તમામજી;
એ મારે ભાઇ ના જોઇએ હું છું ગરીબ અકામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१७० 
ફરી ગત જયાં કહ્યું ,બેડી પેરી તેણી વારજી;
અરજ કરે સદગોર તણા,દાસની વેગે કરો સાયજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१७१ 
અરજ સુણી સેવક તણી,ધણી એ કરી છે કૃપાએજી;
નામ નકલંકી નું લેઇ ચાલીયા,બેડી ભાંગી ત્યાંએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१७२ 
જય જયકાર ત્યાં થૈ રહ્યો,આનંદ થયો સૌને ત્યાંએજી;
નોબત નગારા વાગીયા,ગોરની આરતી ઉતરાએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१७३ 
ગત સર્વે મળી ગાદી કને,કરમસી કાકાને બેસરાવેજી;
નામ ધણી નું લેઇ,કરી મુખ્ય ઠેકાણે ઠરાવેજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१७४ 
ધન્ ધન્ ગોર ઇમામને,ધન્ ધન્ તમારા તે દાસજી;
દેવ ઘણા દુનિયા વિષે,પ્રગટ પરચાની અહીં આશજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१७५ 
પ્રગટ પરચા એવા પૂરીયા,ગણતા ગણી ના શકાએજી;
અકળ કળા છે એ ગોર તણી, મર્મ જાણે નહી કોએજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१७६ 
એ પછી આરસ પહાણનો,પરચો પુર્યો વાસજી;
આરસ જોઇએ મંદિર કને,હવે કયાં ધરવી આશજી? 
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१७७ 
સ્વપનમાં ગોર આવીયા,આવી બો૯યા એ વાણજી;
મંદિર થકી નૈરૂત ખુણામાં,એક આરસની છે ખાણજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१७८ 
તે પ્રમાણે ત્યાં જઇ ખોદીયું,નીસર્યો આરસ તમામજી;
તેરે લાવી મંદિર આગળે,ચોરસી બંધાવી છે ધામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१७९ 
એવા પરચા ઘણાં પુરીયા,તે ગણયા ના જાએજી;
એમાં કાંઇ અચરત નહી ,એવા આદે કહેવાયજી  
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१८० 
પરચા તેવા હું કહી શકું,તેટલી પહોચેં ના બુદ્ધજી;
મતી મને ગોરે જેવી આપી,તેવી વિસ્તારી સુદ્ધજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१८१ 
શ્રોતાજનને અરજ એટલી,દોષ ના ગણશો લગારજી;
વાત બની એ જેવી હતી,વર્ણવી કર્યો છે વિસ્તારજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१८२ 
દાસ આપના બોલીયા;અરજ સુણો ને ગુરુ જી;
દાસ ઉપર દયા લાવીને,ધાર્યા ધણીએ ગુલામજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१८३ 
કરજોડી કહિયે હરી એટલું,દોને ભકતી ભરપુરજી;
માંગીએ બાવા એટલું,લક્ષ ચોરાસી કરો દુરજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१८४ 
અરજ માગીએ એટલી ગતને દેઇ આિશષજી;
ભૂલ હોય હમારી જેટલી,માફ કરજો આદિશજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१८५ 
પીંગળ પાઠ જાણું નહિ, માત્ર અક્ષર ગણ નાહીજી;
શાસ્ત્ર ઘણા શીખ્યા નથી,શિખ્યા નથી વેદ જી ;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१८६ 
દોર આગર તાંતણું,મેરૂ આગળ જેમ તૃણજી;
બુદ્ધિ પ્રમાણે બોલીયા અવીચળનું આ વૃણજી;
                          પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१८७ 
ઓગણી અડત્રી સાલમાં,શ્રાવણ સુદ સોમવારજી;
બીજને દિવસે પુરણ થયું,ગોરની બોલો જયજયકારજી;
                           પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१८८ 
સત્પંથ સેવા સાચશું,ગોરનર આપે હજુરજી;
પોતે પીરાણે પ્રગટયા,આલે આવ્યા ભરપુરજી;
                            પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१८९ 
ગોર નર એ હજુર છે,આલે અખંડ અમાપજી;
એરે સેવાથી જે ભૂલીયા,પડશે ચોરાસીને તાપજી;
                            પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१९० 
સાચું કહ્યુ. આ સેવકે,જે વેદનો સત્ય સારજી;
હરી ના રૂપ ને જે ઓળખે, તો તે પામશે ભવ અપારજી;
                            પ્રગટ પરચા રે શ્રી ઇમામશાહ મહારાજનાં.----१९१ 

શ્રી ઇમામશાહ મહારાજ જીવન વ્રુતાંત

પીરાણા સતપંથ મંદિર વિષેના આપના અનુભવો અથવા આપની કોઇ બાધા, માનતા,પ્રાર્થના પૂરી થઈ હોય તો અમને નીચે જણાવેલ email address par email કરી જણાવો અથવા નીચે જણાવેલ phone નંબર phone કરી જણાવો, જે અમે સતપંથ પ્રકાશ માં પ્રગટ કરીશું. email address:- info.satpanth@gmail.com or info@satpanth.org. Phone: - 094262 17685(Niteshbhai) or 099130 65108 (Keshubhai)

સતપંથ સેવક

ब्लॉग सूची